Thursday, April 24, 2025

ઘુંટુ કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવાના પ્રકરણમાં ફાર્મ કંપનીને ક્લોઝર નોટિસ.

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવાના પ્રકરણમાં ફાર્મ કંપનીને ક્લોઝર નોટિસ.

ઘુંટુ ગામની સીમમાં કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવા બાબતે જીપીસીબી એ કાર્યવાહી કરી છે. જેમાં એક ફાર્મ કંપની ને કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત એ કંપની નું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ઘુંટુ ગામમાં કેમિકલયુક્ત ઠલવાઈ રહેલા ટેન્કરને ગ્રામજનોએ ઝડપીને પોલીસને સોંપ્યું હતું. જો કે બાદમાં પોલીસે આ ટેન્કર ચાલક અને ટેન્કરને છોડી મૂક્યા હોય ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. બાદમાં ગ્રામજનોએ જીપીસીબીની ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. આ મામલે ધારાસભ્યની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ હતી.બાદમાં જીપીસીબીએ ઊંચી માંડલ નજીક આવેલ ક્રિસાન્જ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ પણ હાથ ધરી હતી. જ્યાંની પ્રોડક્ટ અને કેમિકલ મેળ ખાતા હોવાનું જણાય આવ્યું હતું. આ ઉપરાંત અહીં કોઈ રેકોર્ડ પણ મળી આવ્યો ન હતો. સાથે સીસીટીવી કેમેરા પણ ન હતા. જેથી જીપીસીબીએ આ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. આ સાથે પીજીવીસીએલે કંપનીનું વીજ કનેક્શન કાપી નાખ્યું હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW