
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને એલસીબી પીઆઈ વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયાને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના ઘીયાવડગામની ખારાપાટ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં ઘીયાવડ ગામના રહેવાસી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલએ પોતાના વરંડામાં ડાંગરની પરાર નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ અર્થે સંતાડેલ હોવાની બાતમીના આધારે ઘીયાવડ ગામની સીમમાં વરંડામાં રેઇડ કરતા સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૨૪ કિં.રૂ. ૩,૦૨,૪૦૦/- નો મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા,પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, હરેશભાઇ સરવૈયા સહિતનાઓ રોકાયેલા હતાં

