
માળીયા તાલુકાના ઘાટીલા ગામે ન્હાવા ગયેલ વૃદ્ધનું બાથરૂમમાં પડી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસ મથકે નોંધ કરાઇ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ઘાટીલા ગામે રહેતા નરશીભાઈ પ્રેમજીભાઈ સનીયારા (ઉ.વ.૮૦) ૧૭-૦૭-૨૦૨૧ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ચાલું સારવાર દરમ્યાન તા. ૨૩-૦૭-૨૦૨૧ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત દાખલ કરી નોંધ કરાઇ છે.

