Tuesday, April 22, 2025

ગુજરાતી ફિલ્મો નો સૌથી મોટો એવોર્ડ શો જીફા યોજાશે.

Advertisement
Advertisement
Advertisement

ગુજરાતી ફિલ્મો નો સૌથી મોટો એવોર્ડ શો જીફા યોજાશે.

થઈ જાવ તૈયાર એવોર્ડ્સ ની એક રંગીન સાંજ માટે ગુજરાતી ફિલ્મો માટે નો ભારત નો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ- જીફા અવિરત થતો હોય છે અને આ વર્ષે કોરોના જેવી મહામારીમાં જે ફિલ્મો એ મનોરંજન પીરસ્યું છે તેમના માટે અમને ગર્વ ની લાગણી છે અને એટલેજ ગુજરાતી સિનેમા ની હરણફાળ સાથે ગુજરાત ટુરિઝમ પ્રેઝન્ટ જીફા ૨૦૨૧ થવા જઈ રહ્યો છે તારીખ ૨૦ માર્ચ રવિવાર સાંજે ૬:૦૦ વાગ્યે નારાયણી રિસોર્ટ એન્ડ હોટલ – અમદાવાદ ખાતે.

ગૂજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરતો એવોર્ડ એટલે જીફા. પાછલાં ઘણા વર્ષોથી સત્તત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવા-જુના કલાકારો અને ફિલ્મોને એવોર્ડરૂપી પ્રોત્સાહન આપતો આ એવોર્ડ ટુંક સમયમાં જ ઘણો લોકપ્રિય બની ગયો છે. ગુજરાતી સિનેમાની સતત વધતી હરણફાળ અને જીફા એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીફા થશે. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મો જીફામાં પ્રોત્સાહિત કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ થશે જાજરમાન જલસો એટલે એવોર્ડ્સની રંગીન સાંજની ઉજવણી થશે. જીફા-૨૦૨૧ માટે તૈયાર ફાઈનલી તારીખ આવી ગઈ છે અને એ છે ૨૦ માર્ચ.

જીફાને હવે કોઈ અન્ય વિશેષણની જરૂર નથી. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતી કલાકારો અને હવે તો હિન્દી કલાકારોને પણ (જેમણે ગુજરાતી ફિલ્મોમાં યથાયોગ્ય યોગદાન આપેલું હોય) તેમને તેમના કામની પ્રશંસા રૂપ એવોર્ડ અર્પણ કરી જીફા ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ કરી રહ્યું છે. ગુજરાતી ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપી રહ્યો છે આ એવોર્ડ. જો આવી રીતે જ તેઓ ગુજરાતી ફિલ્મોના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેકનીશીયનોને નવાજતા રહેશે તો ચોક્કસ અન્ય લોકો પણ ફિલ્મ બનાવવા પ્રેરાશે. આજે હવે તો એવોર્ડને ધ્યાનમાં રાખીને ઘણી ફિલ્મો બની રહી છે જેની રાષ્ટ્રીય લેવલે ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે. એવોર્ડ મેળવે છે. દિગ્દર્શકો એવી સ્ટોરી શોધી રહ્યા હોય છે જેને વિશ્વફલક સુધી લઇ જઈ શકે. પરંતુ ઘણા કારણોસર તે શક્ય નથી બની શકતું. તે પણ થોડા સમયમાં હવે એ પણ સરળ બનશે એમ લાગી રહ્યું છે. જે રીતે સરકાર તરફથી મળતી સબસીડી ગુજરાતી ફિલ્મોની જીવાદોરી છે. એમ એવોર્ડ પણ ફિલ્મોને આગળ લાવવા માટેના પ્રયત્ન જ છે. એટલે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરી આગળ લાવવા જીફા સત્તત પ્રયત્નશીલ છે. અને ખાસ આનંદની વાત એ છે કે, આ વર્ષે જીફા -૨૦૨૧. ૨૦ માર્ચ રવિવાર સાંજે ૬:૦૦ વાગ્યે નારાયણી રિસોર્ટ એન્ડ હોટલ – અમદાવાદ ખાતે યોજવાનો છે. રીપોર્ટ – મેધા પંડ્યા ભટ્ટ

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW