દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા સૈનિકો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની રક્ષા કરતા હોય છે. અને દેશ કાઝે શહિદી પણ વ્હોરે છે. ત્યારે ગુજરાતની માત્ર 19 વર્ષિય દિકરીના કાને કોઈ જવાન શહિદ થયાની ઘટના ધ્યાનમાં આવે એટલે શહિદ જવાનોના પરિવારના આસું લુંછવા દોડી જાય છે.

ગુજરાતના નડિયાદના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી 19 વર્ષિય નિધિ જાદવ નામની દિકરીના નસીબમાં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા સૈનિકો તેમજ તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે. વિધિ જાદવે અનેક શહિદ પરિવારોની મુલાકાત લીધી છે. દેશ કાઝે કોઈ જવાન શહિદ થયાની ખબર પડતા જ વિધિ શહિદોના પરિવારની મુલાકાત માટે જઇ આર્થિક સહાય પણ કરે છે.

તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના 25 વર્ષીય હરિશસિહ પરમાર શહિદ થયા હતા. જેથી વિધિ જાદવે શહિદ હરિશસિંહના પરિવારને મદદરૂપ બનવા માટે લોકોને અપિલ કરી હતી. ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોએ પોતાની યથાશક્તિ મુજબ મદદ કરી 45 હજાર જેટલી રકમ એકત્રિત થય હતી. વિધિ જાદવ વણઝારિયા ગામે રૂબરૂ શહિદ જવાન હરિશસિંહના પરિવારની મુલાકાત લઈને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમજ વિધિએ 11 હજારનો ચેક તેમના પરિવારજનોને અર્પણ કર્યો હતો. કુલ 56 હજાર રૂપિયાની આર્થિક મદદ આ શહિદ પરિવારને કરવામાં આવી છે.