મોરબી: ગીર, બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારના અને સ્થળાંતરીત રબારી, ભરવાડ અને ચારણ સમાજને થતો અન્યાય અટકાવવા શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં ૨૯ ઓકટોબર, ૧૯૫૬નાં જાહેરનામાં અંતર્ગન ગીર, બરડા અને આલેચ ના જંગલના નેસ વિસ્તારના રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસુચિત જનજાતિના હકકો મળેલા છે. સને ૧૯૫૬માં બંધારણે આપેલ અનુસુચિત જનજાતિના હકકોનો વાસ્તવિક લાભ આ સમાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના યશસ્વી કાર્યકાળ દરમિયાન તેમના અથાગ પ્રયત્નો થકી મળેલ હતો. અને આપ દ્વારા પણ આ સમાજને લાભ આપવા યોગ્ય પગલાઓ લીધેલ છે.
સને ૧૯૯૩માં સરકાર દ્વારા રિચત મલકાણ પંચ દ્વારા ૧૭૫૫૧ પરિવારોની ઓળખ કરી સને અને અનુસુચિત જનજાતિના દરજ્ઞને પાત્ર,પરિવારોને આદિલતિ વિભાગ દ્વારા વિગતદર્શક કાર્ડ આપવામાં આવ્યા અને આ વિગતદર્શક કાર્ડને નામદાર ગુજરાત હાઇકોર્ટના ધણા ચુકાદાઓમાં માન્યતા પ્રાપ્ત થયેલી છે. પરંતુ છેલ્લાં અમુક સમયથી અમુક ચોક્કસ બહુમતી સમાજના વિરોધના કારણે આ સમાજના L.R.D.G.P.S.C,G.S.R.T અને અન્ય પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ લગભગ ૧૫૦થી વધુ ઉમેદવારોની નિમણુંક જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને અટકાવી દીધેલ છે.
અને તા. ૨૯ ઓકટોબર ૧૯૫૬ની સ્થિતિએ નેસમાં વસવાટ કરતા લોકોની યાદી બનાવવા માટે નિવૃત હાઇકોર્ટે ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. જે આ માલઘારી સમાજ માટે આ અન્યાયકર્તા છે. અને આ કમિટી દ્વારા ૧૯૫૬ પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે મોટાભાગના માલધારીઓ પાસે નથી કેમકે માલધારીઓના કાચા મકાન, વાવાઝોડા, અતિવૃષ્ટિ, ભુકંપ જેવી આપદા ઓનો સામનો સતત સ્થળાંતર, શિક્ષણનો અભાવ આવા કારણોને લીધે ૭૦ વર્ષ પહેલાનાં પુરાવાઓ મળવા સંભવ નથી.
આ સમાજને આપેલ તમામ પ્રમાણપત્રો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ અધિકારીની બનેલી તાલુકા કમિટી દ્વારા આપવામાં આવેલ છે. જેથી યોગ્ય તપાસ અને પ્રાવાઓને અંતે જ પ્રમાણપત્રો મળેલા છે.તેમજ હાલમાં અમુક ધારાસભ્યો દ્વારા રબારી, ભરવાડ, ચારણના અનુસુચિત જનજાતિમાંથી દુર કરવા માટે સરકારમાં સતત રજુઆત થઇ રહી છે. તે બાબતે આપને માનસર જણાવવાનું કે, ૧૯૫૬નાં જાહેરનામામાં સમાવેશ થયા બાદ, ૧૯૫૬માં કેન્દ્ર સરકારના સોશ્યલ સિકયોરીટી વિભાગ દ્વારા રચેલ લોકુર કમિટી અને ૧૯૫૬માં રચેલ જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી ચંદા કમિટી દ્વારા આ સમાજનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરેલ છે.
સરકાર દ્વારા રચેલ કમિટીની રચનારદ કરવામાં આવે, સમાજના LR.D., G.P.S.C., G.S.R.T., અને અન્ય પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ બાકી રહેલા ઉમેદવારોને તાત્કાલિક પ્રોવિઝનલ નિમણુંક આપવામાં આવે તેમજ હાલમાં નેસમાં વસવાટ કરતા અને સ્થળાંતર રીત વિગતદર્શક કાર્ડધારક ૧૭૫૫૧ પરિવારોના અનુસુચિત જનજાતિનાદરચ્છનું રક્ષણ કરવામાં આવે અને આ સમાજને અનુસુચિત જનજાતિમાંથી દુર કરવાની કોઇ પ્રક્રિયા રાજય સરકાર દ્વારા હાથ ન ધરાય તેવી શ્રી વડવાળા યુવા સંગઠન-મોરબી તથા સમગ્રમચ્છુકાંઠા રબારી સમાજની રજુઆત છે.