કેબિનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલાની ગઢવી સમાજ દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી
ગાંધીધામ ખાતે ગત તા.૧૩ના રોજ પધારેલ ભારત સરકારના કેબીનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ગઢવી સમાજ દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ પરસોતમભાઇ રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડમાં ગઢવી સમાજને માલધારી તરીકે સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ગઢવી સમાજે રજૂઆત કરી હતી. પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા રજૂઆતને ધ્યાને લઈને ગુજરાત સરકારને ભલામણ કરવાની ખાતરી આપી હતી.

આ તકે શુભેચ્છા મુલાકાત તથા રજૂઆતમાં અખિલ ભારતીય ચારણ ગઢવી મહા સભા રાષ્ટ્રીય મહામંત્રી મોમાયાભાઈ ગઢવી, ઉપાધ્યક્ષ રાજભા નારણભા ગઢવી, પુર્વ પ્રમુખ ગઢવી સમાજ હરીભા ગઢવી, ગઢવી સમાજના આગેવાન અને એડવોકેટ અને નોટરી એસ.એસ.ગઢવી, આદિપુર ગઢવી સમાજ પ્રમુખ શિવરાજભાઈ ગઢવી, ગાંધીધામ ગઢવી યુવક મંડળ પ્રમુખ વિપુલભા ગઢવી સહિતના હાજર રહ્યા હતા.
