Tuesday, April 22, 2025

કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા જન આશીર્વાદ યાત્રા લઈ આવતીકાલે હળવદ પહોંચશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

જન આશીર્વાદ યાત્રાને આવકારવા હળવદ ભારતીય જનતા પાર્ટીના આગેવનો તત્પર

હળવદ: આવતીકાલે નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા જનઆશીર્વાદ યાત્રા લઈ હળવદ આવવાના છે. ત્યારે હળવદ ભરતીય જનતા પાર્ટીના સમર્થકો આ યાત્રાને આવકારવા માટે તત્પર છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયું જેમાં સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના સંસદસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાને પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ત્યારે નવનિયુક્ત તમામ કેન્દ્રીય મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઈને પોતાના મતવિસ્તારમાં જઈને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે.

ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા જનઆશીર્વાદ યાત્રા લઈને આવતીકાલે તારીખ ૧૭ ને મંગવારે હળવદ તાલુકાની જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવવાના છે. આ યાત્રા માટેલધામ થઈને શિવપુર, માથક, કડીયાણા, સુંદરગઢ, શિરોઇ, માનસર થઈને હળવદ આવશે. અને શિશુમંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે સભા 7:30ને સંબોધશે. અને કાર્યકરો ના પણ આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારે આ કાર્યક્રમને લઈને હળવદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. અને આ જનાશીર્વાદ યાત્રાને આવકરવા માટે હળવદના નાગરિકો પણ ઉત્સુક છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW