મોરબી જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે ગઇકાલે કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે કચ્છ-મોરબી સાસંદ વિનોદભાઇ ચાવડા અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે મોરબી જિલ્લા કલેક્ટરને બેઠક યોજાઇ હતી. ત્યારે મોરબી જિલ્લામાં વધતાં જતાં કેશને લઇને દર્દીઓને સરકારી કે ખાનગી હોસ્પીટલમાં પણ જગ્યા ન મળતી હોવાનો વારો આવ્યો છે.
ત્યારે મોરબી જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા આજે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગાંધીનગરથી પણ એક અધિકારી મોરબી આવ્યા હતાં. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સવલતોને લઈને ભાજપનાં પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જીલ્લા કલેકટર જે.બી.પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને મોરબી જિલ્લા કલેક્ટરને કામ કરવા નથી ને ઠેકડા મારવા છે. અને લાયસન્સના 10-10 લાખ રૂપિયા ખાવા છે અને ઓફિસમાં બેસવું છે કાંઈ કરવું નથી તેવા આક્ષેપ કર્યો હતો.
જેમાં કાંતિલાલ અમૃતિયાએ જીલ્લા કલેકટરને લાખોના કૌભાંડ કરો છો તો સુવિધા કેમ નથી આપતા ચોવીસ કલાકમાં વ્યવસ્થા કરો તેવા અનેક આક્ષેપો કર્યા હતા. પુર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે મારે ચોપડા પર કાંઈ કામ નથી જોતા મારે ચોવીસ કલાકમાં રીઝલ્ટ જોઈએ છે. હોસ્પિટલમાં બે વોર્ડમાં તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. મોરબીની જનતાની સેવા અને સ્વાથ્ય માટે હું માજી ધારાસભ્ય તરીકે પુરેપરા તન-મન-ધન થી કામ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડવા તૈયાર છું.