Tuesday, April 22, 2025

કન્યા કેળવણી; મોરબી જિલ્લામાં ૧૪ હજારથી વધુ કન્યાઓ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

Advertisement
Advertisement
Advertisement

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે દીકરીઓના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દીકરીઓ વધુને વધુ શાળાઓમાં જાય અને તેમનો ડ્રોપ આઉટ રેટ ઘટે તે માટે વિધવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કન્યા કેળવણી મહોત્સવ થકી દીકરીઓના શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પરિવર્તન આવ્યું છે.

વાત કરીએ મોરબી જિલ્લાની તો, મોરબી જિલ્લામાં હાલ ધોરણ ૧ થી ૫ માં કુલ ૩૦,૮૨૦ કન્યાઓ અને ધોરણ ૬ થી૮ માં કુલ ૧૬,૦૩૦ કન્યાઓ અભ્યાસ કરી રહી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અનુસંધાને આંગણવાડીમાં ૨,૧૩૮, બાલવાટિકામાં ૪,૪૬૪, ધોરણ ૧ માં ૪,૦૫૯ અને ધોરણ ૯ માં ૩,૩૭૬ કન્યાઓ મળી કુલ ૧૪,૦૩૭ કન્યાઓ પ્રવેશ મેળવશે.

કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ૬ વર્ષ પૂર્ણ થતા હોય તેવી તમામ કન્યાઓને ધોરણ ૧ માં ૧૦૦ ટકા નામાંકન કરી પ્રવેશ આપવામાં આવે છે. દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ કન્યાઓનું નામાંકન કરવામાં આવે છે. નામાંકન થયેલ કન્યાઓ ધોરણ ૧ થી ૮ નો અભ્યાસ પુર્ણ કરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ધોરણ ૮(આઠ) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૯(નવ) માં પ્રવેશ મેળવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW