કચ્છથી માળીયા તરફ જતા નેશનલ હાઇ વે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ માળીયા મી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કર્યાવહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કચ્છથી માળીયા તરફ જતા નેશનલ હાઇ વે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક પોલીસે મારુતિ અલ્ટો કારની તલાસી લેતા મારૂતી એલ્ટો કાર GJ-03-CA-7889 (કિ રૂ.૭૦,૦૦૦)માંથી વિદેશી દારૂની બોટલો નંગ-૩૬ (કિં રૂ.૧૨,૬૦૦) નો જથ્થો માળીયા મી. પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે મહેશભાઇ રમેશભાઇ પરમાર (રહે. હાલ- શનાળા મુરલીધર હોટલ પાછળ જી-મોરબી મૂળ રહે
કુંભારીયા તા-માળીયા મી) તથા સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા (રહે-શનાળા મુરલીધર હોટલ પાછળ જી. મોરબી) ને કુલરૂ. ૮૨,૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.