
વિધાર્થીઓને વિવિધ સહઅભ્યાસીક પ્રવૃતિઓ દ્વારા ઉતમ શિક્ષણ માટે જાણીતી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં આજે કોમર્સના વિધાર્થીઓને વ્યવસાયી ઉધમી તરીકે કારકિર્દીની તક મળે તથા પોતાના અવનવા વિચારોની ધાર કાઢીને વેગવંતા બનાવવાના હેતુથી અવનવું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે 11-12 કોમર્સના વિધાર્થીઓએ નવા બિઝનેસ આઈડિયાઝને પ્રોજેક્ટ સ્વરુપે પ્રેઝન્ટ કર્યા હતા. જેમાં ફુડ પોઈન્ટથી લઈને ટેકનોલોજીકલી સાઉન્ડ ગેઝેટસના પ્રોડક્શનથી માર્કેટીંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ ગૃપ બનાવી રજૂ કર્યા હતા.

આ અવસરે ગૃપના ટ્રસ્ટી શ્રી સુમંતસર, સિધ્ધાર્થ પટેલ સર , સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનના જનરલ સેક્રેટરી રવીન્દ્રભાઈ ત્રિવેદી, OMVVIM કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર સર તથા ન્યુ ઓમ શાંતિ વિધાલયના પ્રિન્સિપાલ અંકિત સરે ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક તરીકે ભાવિન ચોટાઈ સર તથા ધીમંત કાસુન્ધ્રા સરે સેવાઓ આપી હતી. તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ સનાકાઝી મેમ તથા કોમર્સ વિભાગનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


