મોરબી: શરદ પૂર્ણિમાના પાવન દિવસે વિકાસ વિદ્યાલય-મોરબી ખાતે અનાથ દિકરીઓ સાથે અન્સ્ટોપેબલ વોરિયર્સની ટીમ અને રિધમ ગ્રુપ દ્વારા માતાજીની આરાધનાની સાથે સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાક્ષાત માતાજીના સ્વરૂપે બધી દિકરીઓએ મન મુકીને ગરબે ઘૂમી. સાથે સાથે દિકરીઓ એ પાણીપુરીની લિજ્જત માણી. વિકાસ વિદ્યાલયમાં પોતાના તન અને મનથી સેવા આપતા આચાર્યશ્રી ભરતભાઇ નિમાવત તેમજ તમામ ગુરુજનોનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ભરતભાઇ નિમાવતે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જેમાં અન્સ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપમાંથી હેતલબેન આંખજા, પ્રીતિબેન ભંખોડીયા,બીપીનભાઈ ભંખોડીયા, જયદીપભાઈ ડાભી, રાકેશભાઈ બરાસરા, હિતેશભાઈ પાંચોટીયા, કાંતિલાલ પટેલ, ચિરાગભાઈ મારવાણીયા, જીગ્નેશ પરમાર, જયરાજભાઈ તથા રિધમ ગ્રૂપમાંથી પાર્થ ગોહેલ, મોહિત રાઠોડ, ધર્મેન્દ્ર સનારીયા, હેતલ સુથાર, ઝલક પરમારએ હાજરી આપી હતી.