Tuesday, April 22, 2025

એ ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુનામાં છ માસથી નાસતો ફરતો આરોપી થરા થી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને થરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. સી પાર્ટ હ પ્રોહી કલમ- ૬પઇ, ૧૧૬(બી), ૮૧,૯૮(૨) વિ. મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી બ્રિજરાજસીંહ કૃષ્ણસીંહ ઝાલા રહે. મોરબી, દાઉદી પ્લોટ તા.જી.મોરબી વાળો હાલે થરા ટાઉન વિસ્તારમાં હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે તપાસ કરતા પ્રોહીબિશન ગુનામાં નાસતો ફરતો આરોપી બ્રિજરાજસીંહ કૃષ્ણસીંહ ઝાલા ઉ.વ.૩૨ રહે.મોરબી, દાઉદી પ્લોટ શેરી નં.૨ તા.જી.મોરબી વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી પ્રોહીબીશનના ગુનામા સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW