મોરબી: ઈન્દિરાનગર બાલ મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા ૮ પત્તાપ્રેમીઓનેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દિરાનગર બાલ મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી હાર્દીકભાઈ રમેશભાઈ કુરીયા,ચીરાગભાઈ નારણભાઈ ગણેશીયા,સાહીલભાઇ ફીરોજભાઈ મકરાણી, તેજસભાઈ રણજીતભાઈ રૂદાતલા, દિનેશભાઈ પ્રભુભાઈ મોરતલીયા, કાનાભાઈ વિક્રમભાઈ ધોળકીયા, સુંદરજીભાઈ ગજાભાઈ સાતોલા, વિક્રમભાઈ ઈશ્વરભાઈ વિરાણી ( રહે બધા ઈન્દિાનગર, મોરબી-૨) નેં રોકડ રકમ રૂ. ૧૪૮૫૦ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.