મોરબી જિલ્લા કોરોના કહેર વચ્ચે માનવતાની મહેક પ્રસરી રહી છે. તો અનેક મોરબીવાસીઓની મદદે આવેલ લોકોની દરિયાદિલી સામે આવી છે. ત્યારે ખરેખર ઇશ્વર નામવાળા મોરબીના યુવા ઈશ્વરભાઈ પટેલ ઓક્સિજનની અછત વચ્ચે ખરા સમયે આગળ આવ્યા છે.
મારૂતિ ઓક્સીજનવાળા મોરબીના ઇશ્વરભાઇ પટેલે પોતાના પ્લાન્ટમાં મોરબી સિરામીક એશોસીએસન માટે જ્યારે પણ જોય ત્યારે ઓકસીજન બોટલમાં ભરી દઇને મોરબીના દર્દીઓ માટે દરીયાદીલી દેખાડેલ છે. તે બદલ મોરબી સિરામીક એશોસીએસન તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
