Tuesday, April 22, 2025

ઇડન હિલ્સમાં ટંકારા પોલીસની રેઇડ, 4,81,300ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ઇડન હિલ્સમાં ટંકારા પોલીસની રેઇડ, 4,81,300ના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ બંગલામાં ફરી વખત જુગારધામ ઝડપાયું છે, ટંકારા પોલીસે આજે બંગલા નંબર 44મા બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી પાંચ જુગારીઓને કુલ રૂપિયા 4,81,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ખાલીદખાન રફિકખાનને મળેલ ચોક્કસ બાતમીને આધારે આજે ટંકારા પોલીસે ઘુનડા – રવાપર રોડ ઉપર આવેલ ઇડન હિલ્સમા રહેતા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયાના બંગલા નમ્બર બી -44મા દરોડો પાડતા પાંચ જુગારીઓ રોકડા રૂ.71,300 વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ. 4,81,400ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા.

વધુમાં પોલીસે દરોડા દરમિયાન જુગાર રમી રહેલા પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા, રમેશભાઈ ભગવાનજીભાઈ અઘારા, હરજીવનભાઈ હિરજીભાઈ ઠોરીયા, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા અને ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રૂ.71,300 રોકડા, 5 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10 હજાર એક ફોર વ્હીલ કાર નંબર જી-જે-36-એફ-4224 કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ 4,81,300નો મુદામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ટંકારા પોલીસે ઇડન હિલ્સ બંગલામાંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતું ત્યારે આજની આ સફળ કામગીરી કામગીરી પીએઆઈ એચ. આર. હેરભા, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ અર્જુનસિહ ઝાલા, ખાલીદખાન રફિકખાન, શૈલેશભાઈ ઓધવજીભાઈ ફેફર અને સાગરભાઈ ડાયાલાલ કુરીયા સાહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW