Tuesday, April 22, 2025

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

…….

*ત્રણ વર્ષ થી લઇ ૮૯ વર્ષ સુધીના દર્દીઓની સફળ સારવાર*

………

*પથરીની સારવાર માટે દર્દીઓએ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી – ડૉ. રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ*

……..

*કુલ ૪૦ દર્દીઓ પથરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં વેઇટીમા: જેમની પણ ઝડપથી સારવાર કરાશે*

……..

*અગાઉ આવી સારવાર માટે દર્દી ઓ ને પ્રાઈવેટ હોસ્પિટલ માં જવું પડતું*

…….

*પ્રાઈવેટ હોસ્પિટલ માં લીથોટ્રીપ્સી સારવાર નો અંદાજિત ખર્ચ ૧૦ થી ૧૫ હજાર રૂપિયા. …….*

 

*છેવાડા ના અને ગરીબ દર્દી ને પણ આધુનિક સારવાર સરકારી હોસ્પિટલ માં મળી રહે તેવો પ્રજાલક્ષી અભિગમ*

……..

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે .

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓને લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે.

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગ નાં વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે ,લીથોટ્રીપ્સી એટલે કે Extracorporeal Shock Wave Lithotripsy (ESWL) સારવાર એ કિડની અને મૂત્રમાર્ગ માં રહેલ પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે.

ડો. શ્રેણીક શાહે વધુ માં જણાવ્યું હતું કે, બે દિવસ માં ત્રણ વર્ષ થી લઈ ૮૯ વર્ષ સુધીનાં દસ દર્દીને કિડની અને પેશાબના માર્ગ માં રહેલ મ૧.૫ સે.મી થી ૨ સે. મી સાઈઝની પથરીને લીથોટ્રીપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે .આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ છે અને દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. બીજા ૪૦ જેટલા પથરીના દર્દીઓ વેઇટીગ માં છે જેમને જલ્દી આ પધ્ધતિ થી સારવાર કરી દર્દમુકત કરવામા આવશે.

લીથોટ્રીપ્સી સારવારથી પથરી ના દર્દીઓ માટે મુખ્ય ફાયદાઓ

* કોઈ ચીરફાડ કે કાપાની જરૂર હોતી નથી.

* દર્દીની તકલીફ માં ઝડપી સુધારો થાય છે.દર્દી ૧ થી ૨ કલાક માં પોતાની રોજીંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે

* સારવાર નું જોખમ ઓછું હોય છે. ઓછો દુખાવો, ઓછું ચેપનું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી.

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે ,રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે કૉર્પોરેટ કક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પથરીના દર્દીઓની સારવાર માટે ચોક્કસપણે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

……..

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW