Wednesday, April 23, 2025

અંકલેશ્વર ગુરુકુલ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું. 

Advertisement
Advertisement
Advertisement

અંકલેશ્વર ગુરુકુલ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું.

પવિત્ર શ્રાવણમાસમાં ભગવાનને રાજી કરવા તારીખ 25/08/2024 ના રોજ અંકલેશ્વર ગુરુકુલ દ્વારા ભરૂચ શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર સુધી પદયાત્રાનું આયોજન કરાયું.

આગામી નવેમ્બર 2024 માં ઉજવાવનાર વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વરના યજમાનપદે દિવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ કરતા પહેલા ઠાકોરજીની આરતી ધુન કિર્તન તેમજ શ્રીફળ પૂજ્ય ગુરુજીના હસ્તે વધેરવામાં આવ્યું હતું. પદયાત્રા પ્રારંભે વરસાદી માહોલ વચ્ચે જનમંગલના પાઠ, ધુન ભજન કીર્તન દ્વારા પદયાત્રી ભક્તોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ કલ્યાણકારી પદયાત્રામાં પુરુષભક્તો તેમજ મહિલાભક્તો ખાસ્સી સંખ્યામાં જોડાયા હતા પદયાત્રા પૂર્ણ થતા ભરૂચના સ્વામિનારાયણ મંદિરે શ્રી રેવતી – બળદેવજી – હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને તીર્થસમાન ભક્તોએ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW