મોરબીના ભાજપ કાર્યાલય સામે નવા બસસ્ટેન્ડ પાસે જ ઉભરાતી દુર્ગઁધમય ગટરના કારણે સ્થાનિક વેપારી અને પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે વોઈસ ઓફ મોરબી પ્રજાહિતના પ્રશ્નને વાચા આપી સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.

મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનાગર સંકુલની ગટર ઘણા સમયોથી ઉભરાતી હોવાથી આસપાસના સ્થાનિક વેપારી અને ત્યાંથી પસાર થતાં લોકોને પસાર થવુ મુશ્કેલ બન્યું હતું. અને આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થાય એવી સ્થિતિ સર્જાઈ હતી. જે બાબતે વોઈસ ઓફ મોરબી ન્યુઝમાં આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જ્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર તથા સુરેશભાઈ દેસાઈ કારોબારી અધ્યક્ષ નગરપાલિકાને તાત્કાલીક સમસ્યાનું નિવારણ લાવવા રજુઆત કરી હતી.
ત્યારે વોઈસ ઓફ મોરબીમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા તંત્રે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી હતી. જેથી આમ નાગરિક તથા વેપારીવર્ગે પ્રજાના પ્રશ્નને ઉઠાવી નિરાકરણ લાવવા બદલ વોઈસ ઓફ મોરબી ન્યુઝનો આભાર વ્યક્ત કર્યો હતો.
