મોરબી: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તથા સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી તાલુકા મંડળમાં હોદેદારોની નિયુક્તિ આવી છે.
જેમાં મોરબી તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપુર્ણ જવાબદારી નિતેશભાઈ બાવરવાને આપવામાં આવી છે. ત્યારે નિતેશભાઈ બાવરવાની મોરબી તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતાં ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકાના લુંટાવદર ગામના વતની અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલ નિતેશભાઈ બાવરવાએ અગાઉ મોરબી તાલુકા યુવા મોર્ચા ભાજપમાં પ્રમુખ, મોરબી તાલુકા ભાજપમાં મંત્રી તરીકેની પણ જવાબદારી સંભાળી ચુક્યા છે. તેમજ ભાજપની સરકારમાં વિવિધ વિકાસ કાર્યો તેમજ ગામડાઓના પ્રવાસ ખેડી નાનામાં નાના લોકોને મળતી સરકારની વિવિધ યોજના અંગે માહિતગાર કરી ચુક્યા છે.
