મોરબી: હંમેશા જરૂરીયાતમંદ લોકોની સાથે ઉભા રહેતા અને લોકોના નાના મોટા દરેક પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર રહેતા અને મોરબીના તમામ પ્રશ્નોને ઉચ્ચ સ્તરે પહોંચાડવાનું કાર્ય તેઓ નિર્ભય બની ને કરતા એવા ન્યુઝ 18 ગુજરાતી અને જયહિન્દ ન્યૂઝ પેપરના પત્રકાર તેમજ મોરબી મિરર ન્યૂઝ વેબ પોર્ટલના મેન્ટોર અતુલભાઈ એમ જોષીનો આજે જન્મદિવસ છે.
અતુલ જોશીએ સંઘર્ષમય જીવન પસાર કરી અને રાગદ્વેષથી પર રહી પોતાની પ્રગતિ પર ફોક્સ કર્યું હતું. તેઓએ પત્રકારત્વની સાથે સાથે BSC, LLB સુધીનો અભ્યાસ પણ કર્યો છે. હાલ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ લો (કાયદા ભવનમાં) માસ્ટર ઓફ લો એટલે કે LLM નો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં તેઓ કાયદામાં ડૉક્ટરેટની ડીગ્રી મેળવવા આગેકૂચ કરી છે. વર્ષ 2017માં અતુલ જોશીએ જીપીએસસીની પરીક્ષા આપી હતી. ચાર માર્ક્સથી જ તેઓ વંચિત રહી ગયા હતા.
અતુલભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે જે તેઓને મળે એ બીજી વખત મળવા માટે આતુર જ હોય તેઓનો મિલનસાર સ્વભાવ અને હંમેશા મિત્રો,સગા સંબધી ઓ અને બીજા કોઈ પણ વ્યક્તિ તેઓ પાસે કોઈ પણ કામ અર્થે જાય તો તેઓ ખાલી હાથે પાછા ન ફરે કેમ કે તેઓ દિવસ રાત જોયા વગર કોઈ પણ વ્યક્તિ ને સહયોગ આપવા માટે હંમેશા તત્પર હોય છે. અતુલ જોશી હાલ મોરબી સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. ત્યારે આજે સગા-સંબંધી અન બહોળા મિત્ર સર્કલ તથા મોરબીવાસીઓ અતુલ જોષીને મો.નં.99254 86999 પર શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે.