મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ચેકિંગ હાથ ધરતા લાલપર ગામ પાસે આધ્યશક્તિ ચેમ્બરમાં આવેલ સિગ્નેચર સ્પાના સંચાલક શાહરૂખ યુનુસભાઈ મુલતાણી (ઉ.વ.૩૨) રહે. સિગ્નેચર સ્પાની ઓફિસમાં લાલપર ગામ તા. મોરબીવાળા પોતાની સાથે કામ કરતા કર્મચારીઓની માહિતી MORBI ASSURED એપ્સમા અપલોડ નહી કરી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં માહિતી આપેલ ન હોય જેથી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.