Instagram માં બંદૂક સાથે ફોટો મુકતા એસ.ઓ.જી ટીમએ કરી ધરપકડ
વાંકાનેર શહેરના ભરવાડ પર આ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બારબોરની બંદૂક સાથેના ફોટા અપલોડ કર્યા હોય ત્યારે મોરબી એસ.ઓ.જી ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયા ઉ.22 નામના યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બારબોરની બંદૂક સાથેના ફોટા અપલોડ કર્યા હોય એસઓજી ટીમે સમાજમાં ભય ફેલાવવા સબબ આરોપી સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયાની ધરપકડ કરી આરોપીને ફોટા પાડવા માટે હથિયાર આપનાર ઘીયાવડ ગામના સિક્યુરિટીમેન ઉદયસિંહ વિરમજી ઝાલાની પણ ધરપકડ કરી બન્ને વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.