રાજકોટ રાજનગર-૦૫ માં ચંદ્રેશનગર મેઇન રોડ સાલ પ્લાઝા બિલ્ડીંગ પાછળ રહેતા મહેશભાઇ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૬૩) એ આરોપી રફીકભાઈ હનીફભાઇ ભટી રહે. વાવડી રોડ દરગાહ પાસે ન્યુ ક્રિષ્ના પાર્ક સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ફલીપકાર્ટ પ્રા.લી. નામની કંપનીની લોજીસ્ટીક કંપની ઇન્ટાકાર્ટ પ્રા.લી કંપનીમા આરોપી ડીલીવરી બોય તરીકે ફરજ બજાવતો હોય તે દરમ્યાન અન્ય ગ્રાહકોના નામથી (૧)સોની પ્લેસ્ટેશન ૫ ગેમીગ આઇટમ કિ.રૂ.૪૪૦૦૦/- તથા (૨)સોની પ્લેસ્ટેશન ૪ ગેમીગ આઇટમ કિ.રૂ.૩૩૦૦૦/- તથા (૩)એપલ એરપોડ કિ.રૂ.૨૩૫૦૦/- (૪)એપલ એરપોડ પ્રો કિ.રૂ.૨૩૦૦૦/- એક કુલ ચાર આઇટમો મળી કિ.રૂ.૧,૨૩, ૫૦૦/- ની વસ્તુઓ મંગાવી ગ્રાહકને ડીલીવરી માટે લઇ જઇ પાર્સલમાથી કાઢી લઇ અન્ય બીજી કોઇ નોનયુઝ વસ્તુ મુકી દઇ કંપની સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.