Friday, April 4, 2025

CGIF – ક્લાઉડ કાઉન્સેલિંગ દ્વારા પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

ચારણ સમાજના યુવાનો માટેનો સૌથી મોટો પ્રોજેક્ટ આગામી સમયમાં તેમના વ્યાવસાયિક વિકાસ અને વ્યાવસાયિક સફળતા માટે અનેક પરિમાણોમાં તકો પૂરી પાડવા માટે રચાયેલ એક સંયુક્ત પ્રયાસ છે. આપણા દેશના યુવાનોની સૌથી મોટી સમસ્યા છે, કોલેજની ડીગ્રી પછી તેમને નોકરી ક્યાં મળશે?

આમ તો ઘણી વખત યુવકો પોતાના મિત્રોને ધંધો કે નોકરી માટે સેટલ કરે છે, પરંતુ થોડાં જ વર્ષોમાં તેઓને તેમના પદનુયુક્તિ કે પોતાના રસ પ્રમાણે એ નોકરી ન મળે તો તેઓ નીરાશ થઈ જાય છે!! તો શું કરવું જેથી આ સમસ્યા હલ થઈ શકે??

ક્લાઉડ કાઉન્સિલેજ Cloudcouncelege  એ એક મુંબઇની એવી કંપની છે જે છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રની ઘણી કોલેજો તથા યુનિવર્સિટિઓ સાથે સંકળાયેલી છે અને કોલેજમાં અભ્યાસ કરતા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને વર્તમાન નોકરીના ઉમેદવાર પાસેથી કારકિર્દી બનાવવા અને વ્યવસાયિક રીતે ટેકનિકલ અથવા મેનેજમેન્ટ માટે વર્ચ્યુઅલ તાલીમ પૂરી પાડે છે. અમને જણાવો કે કંપની શું અપેક્ષા રાખે છે.

Cloudcouncelege દ્વારા ગુજરાતની એલ.ડી. એંજીનયીરીંગ કોલેજ, ગાંધીનગર પોલીટેકનીક તથા પારુલ યુનિવર્સિટી સાથે Memorandums of Understanding (MoU) sign થયેલ છે તથા સીજીઆઇએફ સાથે પણ MoU કરાર થયેલ છે જેના લીધે ચારણ વિદ્યાર્થીઓ માટે બહુજ સુંદર તક પુરી પાડવામાં આવી છે. આ એક ઓનલાઇન કાર્યક્રમ છે જ્યાં દરેકને સમાંતર રીતે જ્ઞાન મળશે પરંતુ જે તાલીમાર્થીઓએ સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હશે તેમને જ પ્રમાણપત્ર મળશે.
કાર્યક્રમમાં માત્ર ભાગ લેવો એ સફળતાની ગેરંટી નથી, વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં સક્રિયપણે સામેલ થવાની અને પરિણામો આપવા માટે આપેલ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓને અનુસરવાની જરૂર છે.”

અંતે, જે વિદ્યાર્થીઓ તેની નક્કી કરેલી ટેક્નોલોજી પર આધારિત પ્રોજેક્ટ પૂરા કરે છે, એ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર અનુભવ પ્રમાણપત્ર Experience Certificate મળે છે. જેના દ્વારા તે વ્યક્તિ ગ્રેજ્યુએશનની સાથે આ પ્રમાણપત્ર દ્વારા ઉત્તમ નોકરી મેળવી શકશે.

જો જોડાયેલ કંપની ને આવા વિદ્યાર્થીઓ માટે, યોગ્ય જગ્યા ખાલી હોય તો ત્યાં કંપની તેમને સામેથી જોબ ઓફર કરવામાં મદદરૂપ બને છે. CGIF દ્વારા ચારણ યુવા અને યુવતિઓ જે કોલેજ ના વિદ્યાર્થીઓ છે એમના માટે સુવિધા પૂરી પાડી રહી છે જેથી માત્ર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ આર્ટસ, કોમર્સ અને સાયન્સના કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાઈ જશે.

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની કોલેજોમાં અભ્યાસ કરતા આપણા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે.
આ સંપૂર્ણ કાર્યક્રમ મફત ઉપલબ્ધ છે કારણ કે કંપની આ કાર્ય તેના જૂથના NGO હેઠળ સામાજિક કાર્યક્રમ માટે કરી રહી છે. CGIF કે ક્લાઉડ કન્સલ્ટેશન કંપની આના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી નથી. સંપૂર્ણ મફત. જે વિદ્યાર્થી આમાં જોડાશે તેમને સીજીઆઇએફ ની અસોસિયેટ મેંબરશીપ માં કોઇ પણ ફી વગર મેંબર બનાવવામાં આવશે. અન્ય તમામ માહિતી ઈમેલ પર ઉપલબ્ધ રહેશે. ઈમેલ: cgifcc2022@gmail.com સંપર્ક: સુમિત્રા ગઢવી, મુંબઈ

Related Articles

Total Website visit

1,501,526

TRENDING NOW