ACB ની સફળ ટ્રેપ; ભાણવડ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ વર્ક મેનેજર રૂ. 3500 ની લાંચ લેતા ઝડપાયો
ભાણવડ તાલુકા પંચાયતમાં કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર લાંચ લેતા પકડાયો. આરોપીએ જાગૃત નાગરિક પાસે વાઢીયું ઘાસ યોજનાની બાકી રહેલી સહાયની રકમની ચુકવણી માટે રૂ. 3500 ની લાંચ માંગી હતી. જેને ACB એ છટકું ગોઠવીને પકડી પાડ્યો છે.