સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વલ્લભ સ્વામીનો પ્રવચનનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં વલ્લભ સ્વામીએ પ્રવચન દરમિયાન વિડિયોમાં જણાવ્યું છે કે, 2022ની વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઝાડુ ફેરવશે. અને દિલ્લીથી સાવરણો ગુજરાતમાં આવશે અને કોને સાફ કરશે તે નક્કી નહી..!! એટલે અત્યારથી તૈયારી કરી જ રાખવી જોઈએ સાવરણો છે એટલે સાફ તો કરશે જ…
તેમણે પ્રવચન વિડિયોમાં ચૂંટણીને લઇને જણાવ્યું હતું કે, રાજકારણમાં ચૂંટણીઓ આવતી હોય છે. જતી હોય છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ચૂંટણીને લઈને પોતાનો રાગ દ્વેષ લાંબા સમય સુધી રાખતો હોય છે. જે ખરેખર યોગ્ય નથી. કોઈને રાહુલ ગાંધી ગમે, તો કોઈને કેજરીવાલ ગમે છે. રાગ-દ્વેષ ચૂંટણી પૂરતો હોવો જોઈએ. ત્યારબાદ તેને ભૂલી જવો જોઈએ. જે વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે.