મોરબી મોરબીના લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌશાળા સામે રહેતા વિમલભાઈ જયસુખભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૦) એ આરોપી એક મોબાઇલ ધારક તથા ૧૨ યુપીઆઇ ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોબાઇલ નંબર તથા યુ.પી.આઇ આઇ.ડીના ધારક આરોપીઓએ મોરબી શ્રી યદુનંદન ગૌશાળા સમીતી બમ્પર ડ્રો ની જાહેરાત કરતુ પેઝ અલગ અલગ નંબરોથી ફેસબુકમા અપલોડ કરી ઠગાઇ કરવાના ઇરાદે અલગ અલગ યુ.પી.આઇ મારફતે કૂલ રૂ.૯૨૯૫/- ફરીયાદી તથા સાહેદો પાસેથી મેળવી ઠગાઇ કરી ફરીયાદી તથા સાહેદોને તેઓના નામની ખોટી પોહોચો (ટિકિટ) વોટસએપ ઉપર મોકલી ખોટા રેકર્ડનો ખરા તરીકે ઇલેક્ટ્રીક રેકોર્ટનો ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદો સાથે ઇનામી ડ્રો ની લાલચ આપી છેતર્પીંડી કરી મોરબી યદુનંદન ગૌશાળા સમીતીની પ્રતીષ્ઠાને હાની પહોચે તેવુ ક્રૃત્ય કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.