Wednesday, April 23, 2025

શ્રી કાંતિપુર પ્રા. શાળામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો 76 મો પ્રજાસતાક દિન

Advertisement
Advertisement
Advertisement

શ્રી કાંતિપુર પ્રા. શાળામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો 76 મો પ્રજાસતાક દિન

મોરબી તાલુકાની શ્રી કાંતિપુર પ્રા. શાળામાં માત્ર 1 થી 5 ધોરણ અને 24 બાળકોની સંખ્યામાં અદભૂત રીતે 76 માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી. ગામની સૌથી વધુ ભણેલી દીકરી આદ્રોજા બંસી દિનેશભાઈ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે સમગ્ર ધ્વજવંદન નું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં 12 જેટલી કૃતિ તથા સ્પીચ રજૂ કરવામાં આવી. માત્ર 5 થી 10 વર્ષના બાળકોએ અદભુત રીતે સમગ્ર કાર્યક્રમ કર્યો તેમાંય બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ઝાલાવાડી રાસ ને વન્સ મોર (ફરીવાર રજુઆત) માટે પસંદ કરવામાં આવ્યું અને ગ્રામજનો એ એને ખૂબ વધાવ્યું.

આ તકે ગ્રામજનો તરફથી 7000 જેટલી રોકડ રકમ ફાળો થયો ઉપરાંત અરવિંદભાઈ કલોલા, વિનોદભાઈ કલોલા, ગીતાબેન કલોલા(સરપંચશ્રી), ધનજીભાઈ ઠોરિયા(પૂર્વ નિવૃત્ત આચાર્ય) તથા પારુલબેન સવસાણી(પૂર્વ આચાર્ય) તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટ શાળામાં આપવામાં આવી.

ઉપરાંત ગામની જ બે દીકરીઓ કલોલા ઊર્વિશા અરવિંદભાઈ કે જે નેશનલ લેવલ યોગ માં ભાગ લીધેલ તથા ઠોરીયા વિશ્વાબેન જયેશભાઈ કે જેઓ નેશનલ કક્ષાએ કુસ્તીમાં બીજા નંબરે આવેલ જે ગામ અને શાળા માટે ગૌરવ કહી શકાય એમનું શાળા પરિવાર વતી વિશેષ સન્માન કરવામાં આવ્યું.. તથા તેજસ્વી તારલા નું સન્માન કરવામાં આવ્યું જેમાં કલોલા ધ્યાની, અગ્રાવત હેત, ઠોરિયા તુલસી, આદ્રોજા આયુશી, કલોલા ઉર્વિશા નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. ગ્રામજનો અને ઉપસ્થિત smc સભ્યો તથા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા શાળા સ્ટાફ અને શાળા કામગીરીને બિરદાવી હંમેશા શાળા માટે કોઈપણ જરૂરિયાત હોઈ શાળા પરિવાર સાથે જ છે એવું જણાવ્યું, ત્યારે શાળા સ્ટાફ દ્વારા પણ બાળકોને પ્રાઇવેટ શાળાની અપેક્ષાએ આપણી ગામની સરકારી શાળામાં જ ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી.

સમગ્ર કાર્યક્રમની તૈયારી શાળાના સ્ટાફ બેનશ્રી પૂજાબેન ચાંચડિયા તથા શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. Smc અધ્યક્ષશ્રી કાંતિલાલ આદ્રોજા, કલોલા રાજેશભાઈ, કલોલા રમેશભાઈ, પરમાર મહેશભાઈ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ તકે ખૂબ જહેમત ઉઠાવી હતી. ગામની ગૌશાળાના સાઉન્ડ સિસ્ટમ થકી કાર્યક્રમ પાર પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ આ તકે ઉપસ્થિત વિદ્યાર્થીના વાલી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા કલોલા વિપુલભાઈ દ્વારા કરવામાં આવી. આ તકે પધારેલ ગ્રામજનો, smc સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, આંગણવાડી કાર્યકર બહેનો, મ.ભો. સ્ટાફ, પૂર્વ નિવૃત્ત આચાર્ય ધનજી સાહેબ અને પૂર્વ આચાર્ય પારૂલબેન તથા શાળાના ધ્વજવંદન કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા આવેલ તમામનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી હર્ષની લાગણી અનુભવે છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW