મોરબીના સેવાભાવી અને જીવદયા પ્રેમી પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ
મોરબી તાલુકાના નારણકા ગામના વતની અને હાલ મોરબી રહેતા પરેશભાઈ મેરજાનો આજે જન્મ દિવસ છે. પરેશભાઈ મેરજા જીવદયાપ્રેમી તથા સેવાકિય પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે. પરેશભાઈ તેમના મિલનસાર અને લાગણીશીલ સ્વભાવને કારણે સન્માનનીય વ્યક્તિત્વને પાત્ર છે, એટલું જ નહીં પરંતુ તેમના સુપુત્ર દીપભાઈ મેરજા પણ હાલ કર્તવ્ય જીવદયા કેન્દ્રના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કર્તવ્ય જીવયા કેન્દ્ર વિશે જણાવીએ તો અહીં વિનામુલ્યે પશુ-પક્ષીઓને સારવાર આપવામા આવી રહી છે તેમજ તેમનું પાલન-પોષણ પણ થાય છે ત્યારે આજે એવા સેવાભાવી પરેશભાઈ મેરજાના જન્મદિવસ નિમિત્તે હિન્દ વૈભવ ન્યુઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ