Tuesday, April 22, 2025

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ની દાવેદારીના પરિપત્રમાં સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના પરિપત્રમાં એકને ગોળ અને એક ને ખોળ જેવી સ્થિતિ 

Advertisement
Advertisement
Advertisement

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ની દાવેદારીના પરિપત્રમાં સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના પરિપત્રમાં એકને ગોળ અને એક ને ખોળ જેવી સ્થિતિ

હાલ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનમાં પ્રમુખ પદની દાવેદારી માટે ફોર્મ ભરવા માટેના પરિપત્રો બહાર પડી રહ્યા છે. જ્યારે પ્રમુખ પદની દાવેદારી માટેની અમુક શરતો આ પરિપત્રમાં દર્શાવવામાં આવેલ છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના પરિપત્રમાં ભેદ જોવા મળ્યો હતો.

ત્યારે આ આ પરિપત્રમાં કુલ સાત થી આઠ જેટલી શરતો આપવામાં આવેલ છે તેમાં બંને જિલ્લા એટલે કે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના પરિપત્રની શરતોમાં સાત નંબરનો જે મુદ્દો છે જે શરત છે તેમા મોરબી જિલ્લાના પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે “પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલ વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી કરી શકશે નહીં” તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પરિપત્રમાં સાત નંબરની શરત માં લખ્યું છે કે પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી કરી શકશે. ત્યારે હાલ આ બંને પરિપત્ર જોઈને લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તો શું પાર્ટી એકને ગોળ અને એક ને ખોળ આપવાની નીતિ અપનાવી રહી છે કે કોઈ ભૂલ ના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે તે એક પ્રશ્ન હાલ લોક મૂખે ચર્ચાઈ રહ્યો છે.

તો બીજી તરફ બન્ને કાર્યાલય નો સંપર્ક કરતા ટેલિફોનીક કોઈ સંપર્ક થયેલ નથી ત્યારે હાલ આ બન્ને લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW