મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાહેર કરેલ વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ઓનેસ્ટ હોટલની પાસે આધ્યશક્તિ -૦૨ કોમ્પલેક્ષમા ત્રીજા માળે “સીગ્નેચર વેલનેસ સ્પા’’મા બહારથી રૂપલલના બોલાવી કુટણખાનું ચલાવતા શાહરૂખભાઈ યુનુસભાઈ મુલતાની (ઉ.વ.૩૨) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૧ મોરબીવાળાને ઝડપી પાડયા આરોપી પાસેથી રોકડ રકમ રૂ. ૫૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.