મોરબી ચારણ સમાજ દ્વારા S.t.i ની exam માટે 80 જેટલા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી.
ગત્ તારીખ 22/12/2024 ને રવિવાર નાં રોજ સમગ્ર ગુજરાતમાં રાજ્ય વેરા નિરીક્ષક (sti) ની સ્પર્ધાત્મક પરીક્ષા હોઈ મોરબી સેન્ટર ખાતે મોસ્ટ ઓફ કચ્છના વિદ્યાર્થીઓને સેન્ટર મળેલ હોઈ ચારણ ગઢવી સમાજના છેક કચ્છના દૂર દૂરના ગામડા અને તાલુકામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મોરબી ચારણ સમાજના યુવાનો દ્વારા આઇશ્રી સોનલધામ, ચારણ ગઢવી સમાજની વાડીએ આગળના દિવસે એટલે કે શનિવાર સાંજથી જ રહેવા, જમવા, સૂવાની અને નાસ્તાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ તકે જણાવતા આનંદ થાય છે કે આઈ માઁ સોનલનો નો જ એક ઉપદેશ હતો કે “ભણો અને ભણાવો” જેને મોરબી ચારણ સમાજે ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. આ આયોજનમાં કચ્છ ચારણ સમાજના 80 જેટલા ચારણના દીકરા દીકરીઓએ આ વ્યવસ્થાનો લાભ લીધો હતો. સાંજે આઈ માઁ સોનલ ની આરતી કરી ભોજન કરાવ્યા બાદ મોરબી ચારણ સમાજના યુવા psi હિરેનભાઈ જામંગે હાજરી આપી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપી પોતાના અનુભવો કહ્યા હતા. આરામ કર્યા બાદ સવારે ગરમ પાણીની વ્યવસ્થા સાથે સાત્વિક નાસ્તો કરાવી શક્યતઃ પોતપોતાના સેન્ટર સુધી સરળતાથી પહોંચી શકે એ માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.. સમગ્ર સમાજહિત કાર્યમાં મોરબી સોનલબીજ જન્મોત્સવ સમિતિના યુવાનો એ વિદ્યાર્થીઓની વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી.. આ તકે આ સેવાયજ્ઞમાં સેવા આપનાર તમામ લોકોનો મોરબી ચારણ સમાજ આભાર વ્યક્ત કરે છે..