Thursday, April 24, 2025

હળવદના સુખપર ગામે 2256 ટીન બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર નંબર-RJ-06-GC-2971 વાળી હળવદ તરફ આવનાર છે. જે ટ્રક ટ્રેલરના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ છે અને તેમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે અમદાવાદ- હળવદ હાઇવે સુખપર તથા શક્તીનગર ગામ વચ્ચે રાણા જીન પાસે સમરાથલ સી.ટી.સી. હાઇવે હોટલ સામે રોડ ઉપર ટ્રક ટ્રેલરની વોચમાં હોય તે દરમિયાન બાતમીવાળી ટ્રક ટ્રેલર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી બીયર ટીન નંગ-૨૨૫૬ કી.રૂ.૨,૮૨,૦૦૦ /- (બીયર પેટી-૯૪) તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨,૮૭,૦૦૦/- નો મુદામાલ સાથે આરોપી રામેશ્વરલાલ ઉર્ફે રમેશ નંદાજી ગુર્જર ઉ.વ.૩૫ રહે.હાલ જેતપુરા કલ્લા તા.ભડેસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) મુળ રહે. લક્ષ્મીપુરાગામ તા.ભડેશર જી.ચિતોડગઢ રાજસ્થાનવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે ઇસમો માલ મોકલનાર- દેવેંદ્રસિંહ ઉર્ફે દેવશા રાઠોડ રહે.ચિતોડગઢ રાજસ્થાન, માલ મંગાવનાર- મયુરભાઇ ઉર્ફે કાલી રહે.હળવદવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW