Tuesday, April 22, 2025

મોરબીમાં શિક્ષક બન્યો રાક્ષસ, સગીર છાત્રા સાથે જાતીય સતામણી કરતા ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી માં શિક્ષક રાક્ષસ બન્યો, સગીર છાત્રા સાથે જાતીય સતામણી કરતા નરાધમ શિક્ષક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે હાલ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ કલાસીસ ચલાવતા રવીન્દ્ર ત્રિવેદી નામના ખાનગી ટ્યુશન સંચાલક સામે તેની કલાસીસમાં અભ્યાસ કરવા આવતી સગીર વયની છાત્રા સાથે જાતીય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી.સગીર ના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટ્યુશન સંચાલકને આ સગીરાના પરિવાર દ્વારા હુમલો કરી ઈજા પહોચાડવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વ્યક્તિ પોતાના સમાજના વિવિધ સંગઠનોમાં હોદા ધરાવે છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW