અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા જન્મ-મરણ વિભાગ ખાતે E-KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા વધારા કરી શકાશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન E-KYCને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવાનું નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે. આ ઉપરાંત, લોકોને લાઈનમાં ઊભુ રહેવાની નોબત ન પડે એ માટે સ્ટેડિંગ કમિટી દ્વારા વધારાનો સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવ્યો છે.