વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટરનું જીંદગી બચાવો અભિયાન
વર્તમાન સમયમાં રોજ સમાચાર પત્રોમાં હાર્ટએટેકથી અવસાન થયાના સમાચાર આવતા હોય છે, આ હાર્ટએટેક સમયે જો કોઈ વ્યકિત તેમની નજીક હોય અને હાર્ટએટેક આવનારને CPR આપવામાં આવે તો તે વ્યકિતની જીંદગી બચાવી શકાય. વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્વારા તા. ૧૪/૧૨/૨૦૨૪ ને શનિવારના રોજ ઓશાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગોકુલ વિઝીટીંગ સેન્ટરના ડોકટર દ્વારા હાર્ટએટેક આવેલ વ્યકિતને CPR કેવી રીતે આપવું તેનુ પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવેલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા CPR કરાવી તેમને જરૂરી માર્ગદર્શન આપેલ હતું CPR ની જાણકારી મેળવી કોઈને જીવનદાન આપી શકો તો તે સમાજ માટે ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય બનશે.