મોરબીના પંચાસર રોડ પર કામધેનુ પાર્ક સોસાયટી સક્લપ એપાર્ટમેન્ટ ૧૦૪મા રહેતા વાલજીભાઈ દેવજીભાઈ સેરસીયા (ઉ.વ.૭૦) એ આરોપી રમેશભાઈ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાહેદ અંબારામભાઇ આરોપીની દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી દુકાન બહાર વાળતા (સફાઇ) કરતા હોય અને જેથી ધુળ ઉડવાને કારણે ફરીયાદીએ ધીરે વાળવાનુ કહેતા આરોપી એકદમ ગુસ્સે થઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ફરીયાદી સાથે જપાજપી કરી ફરીયાદીને લોખંડના પાઇપ વડે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.