મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી આરોપી સદામ ઇલ્યાસભાઇ કટીયા ઉ.વ.૨૪ રહે. મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ તથા કાર્ટીઝ નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૨૦૦ નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.