Wednesday, April 23, 2025

સોમનાથમાં આજથી 3 દિવસ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર યોજાશે

Advertisement
Advertisement
Advertisement

સોમનાથમાં તા. 21મીથી ત્રણ દિવસ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર યોજાશે.તેમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે.શિબિરમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન-ચિંતન થશે.

રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર તા. 21 નવેમ્બરથી 3 દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ- 2003થી ચિંતન શિબિરની શૃંખલા શરૂ કરાવી છે. આ પરંપરાને આગળ વધારતાં 11મી ચિંતન શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવોે, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.

આ 11મી ચિંતન શિબિરમાં જે વિષયો જૂુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે.તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃધ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. ચિંતન શિબિરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામૂહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.આ ત્રિદિવસીય શિબિરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાશે.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW