Tuesday, April 22, 2025

દોઢ કરોડની કાર બાદ ગોડાઉનમાં પણ આગ!, વડોદરામાં એક સપ્તાહમાં પાંચથી વધુ કારમાં આગ

Advertisement
Advertisement
Advertisement

વડોદરાના દરજીપુરા ખાતે ગઈ મધરાત બાદ અગરબત્તીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. કારેલીબાગની પરાગ સોસાયટીમાં બે દિવસ પહેલા તપનભાઈ શાહની દોઢ કરોડની લેન્ડ રોવર કાર આગમાં ખાક થઈ ગઈ હતી. એજ તપનભાઈના ગોડાઉનમાં આગ લાગતા આશ્ચર્ય સર્જાયું છે. દોઢ કરોડની કારમાં લાગેલી આગના કારણ મુદ્દે હજુ તો પોલીસ તપાસ કરી રહીલ છે ત્યા તપનભાઈના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટના બની.

ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં તપનભાઈ શાહના દરજીપુરા આરટીઓ પાસે ભાડે આપેલા અગરબત્તીના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગી હતી. ફાયર બ્રિગેડે દોઢથી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

આગમાં અગરબત્તીનું મટીરીયલ, મશીન તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું. બે જ દિવસમાં એક જ વ્યક્તિને ત્યાં આગના બબ્બે બનાવ બનતા આશ્ચર્ય સર્જાયું છે. પોલીસે આ બાબતે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW