દેવ દિવાળીની રાત્રે 10:16 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રુજી ઉઠી હતી. જે બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યાં જ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના શહેર અને ગામડાઓ દેવ દિવાળીની રાત્રે ધ્રૂજી ઉઠતા લોકોમાં ડરના મોહોલ જોવા મળી રહ્યો છે.
હોમ
ગુજરાત
વેબસ્ટોરીઝ
મનોરંજન
કરિયર
સ્પોર્ટ્સ
ધર્મ અને જ્યોતિષ
ન્યૂઝ
ચૂંટણી 2024
વેપાર
ફોટો
લાઇફ સ્ટાઇલ
ટોપ ન્યૂઝ
દિવાળી
હેલ્થ ટિપ્સ
રેસીપી
વેધર અપડેટ
X
હોમ
ગુજરાત
વેબસ્ટોરીઝ
મનોરંજન
કરિયર
સ્પોર્ટ્સ
ધર્મ અને જ્યોતિષ
ન્યૂઝ
ચૂંટણી 2024
વેપાર
ફોટો
લાઇફ સ્ટાઇલ
ટોપ ન્યૂઝ
English
தமிழ்
বাংলা
മലയാളം
हिंदी
मराठी
Business
बिज़नेस
Insurance
Authors
RSS
About Us
T&C
Privacy Policy
Contact Us
Gujarati NewsgujaratEarthquake in Gujarat: દેવ દિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા
Earthquake in Gujarat: દેવ દિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા
Earthquake in Gujarat: દેવ દિવાળીની રાત્રે 10:15 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રૂજી ઉઠી હતી.
Written by Rakesh Parmar
Updated : November 15, 2024 23:13 IST
Follow Us
Earthquake in Gujarat: દેવ દિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા
ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ. (ભૂકંપ પ્રતિકાત્મક તસવીર)
દેવ દિવાળીની રાત્રે 10:16 વાગ્યાની આસપાસ ઉત્તર ગુજરાતની ધરતી ભૂકંપની ધ્રુજી ઉઠી હતી. જે બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યાં જ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના શહેર અને ગામડાઓ દેવ દિવાળીની રાત્રે ધ્રૂજી ઉઠતા લોકોમાં ડરના મોહોલ જોવા મળી રહ્યો છે.
ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ચાણસ્માનું સેવાળા ગામ નોંધાયું
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં આજે રાતે 10.16 કલાકે ભૂકંપના બે હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને કેટલાક ભર ઉંઘમાં સૂતેલા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. ગુજરાત સિસ્મોલોજીકલ વિભાગે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ નજીક 13 કિ.મી.ના વિસ્તારમાં હોવાનું જાહેર કર્યું છે.
આજે આવેલ ભૂકંપ 4.2ની તીવ્રતાનો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. સામાન્ય તીવ્રતાના બે આંચકા હોઈ કોઈ નૂકશાનના સમાચાર મળ્યા નથી. પરંતુ લોકોમાં એક ભયનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે. ભૂકંપના આંચકાઓ અનુભવાતા જ લોકો ઉંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા જયારે હોસ્પિટલો અને ઓફિસોમાં કામ કરતા તબીબો, સ્ટાફ અને દર્દીઓએ પણ ભય અનુભવ્યો હતો અને બહુમાળી બિલ્ડીંગોમાંથી દર્દીઓ પણ રસ્તા ઉપર આવી ગયા હતા.
જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, ડીસા, ખેરાલુ, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે. હળવદના કોઈબા, ઢવાણા, માલણીયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં આડેસર, નાંદા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા