મોરબી તાલુકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયના બાળકના અપહરણના ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર વયના બાળકનું અપહરણ કરનાર આરોપી બબલુ પ્રકાશ નિનામાં રહે.મધ્યપ્રદેશ હાલ-રાજપર ગામની સીમ વાળો રાજકોટના નવા ગામની સીમમાં હોવાની બાતમી મળતા તાલુકા પોલીસની ટીમે સ્થળ પર દોડી જઈ આરોપી બબલુ પ્રકાશ નિનામાંને રાજકોટ શહેર પાસેના નવાગામની સીમમાંથી પકડી પાડ્યો છે. તેની સાથે જ સગીર વયનો બાળક મળી આવતા બાળકને તેમના પરીવારને સોંપવામાં આવ્યો છે. તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.