વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા વિભાગ નો કાર્યક્રમ કાર્તિક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમી આ દિવસ બે ઘટનાઓથી જોડાયેલો છે પહેલી ઘટના ભગવાન કૃષ્ણએ દેવરાજ ઇન્દ્ર નું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધનપૂજા નો પ્રારંભ કરાવ્યો તથા બીજી ઘટના એટલે ભગવાન છ વર્ષની ઉંમરે જશોદા માતા અને નંદરાયની પરાણે આજ્ઞા લઇ કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે ઉઘાડા પગે જંગલમાં ગાયો ચરાવવાનો ગૌ લીલાનો પ્રારંભ કરી ભગવાન કૃષ્ણ ગોપાલક ગોવિંદ બન્યા એટલે આ દિવસથી ગોપાષ્ટમી તરીકે ઉત્સવ સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. તેજ ઉત્સવ આજ રોજ મોરબી ખાતે ગોપાષ્ટમી ના પવિત્ર દિવસ નિમીતે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ દ્વારા ઉમીયા આશ્રમ શનાળા રોડ ખાતે આવેલ ગૌશાળા માં ગાય માતાનું પુજન કરી ગાય માતાને ગોળ અને લીલું નીરણ ખવડાવવામાં આવ્યું હતુ તથા ગાય માતાની પ્રદક્ષિણા પણ કરવામાં આવી.