ભાણવડ આમ આદમી પાર્ટી દ્વારા કમોસમી વરસાદ ના મુદ્દે મગફળી ની અંતિમયાત્રા કાઢી મામલતદાર સાહેબ ને પત્ર આપવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લા માં કમોસમી વરસાદને કારણે ભાણવડ તાલુકાના ખેડુતોના તૈયાર પાકને વ્યાપક નુકશાનીનું તાત્કાલીક વળતર ચુકવવા બાબત આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ભાણવડ તાલુકાના ખેડુતો ના તૈયાર પાક નષ્ટ થઈ ગયેલ છે, અને ખેડુતોની ચાર મહિનાની મહેનતનું પાણીઢોળ થઈ ગયેલ છે, જેથી અમો આમ આદમી પાર્ટીની સરકારશ્રીને અપિલ છેકે, ભાણવડ તાલુકાના ખેડુતોને તાત્કાલીક ધોરણે સહાય ચુકવવામાં આવે તેમજ ઓગષ્ટ મહિનામાં અતિવૃષ્ટિથી થયેલ નુકશાનીનું સર્વ થઈ ગયુ હોવા છતા સહાયની કોઈ જાહેરાત કરવામાં આવેલ ન હોઈ એ પણ તાત્કાલીક જાહેર કરવામાં આવે તેમજ ખેડુતોને તાત્કાલીક સહાય ચુકવવામાં આવે એવી અમારી માંગ છે, જે વહેલાસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ આવેદન પત્ર મગફળી અને કપાસ ની અંતિમયાત્રા કાઢી ને આપવામાં આવ્યું હતું…