Friday, April 25, 2025

મોરબીના ગાળા ગામના પાટિયા નજીક સુખસાગર હોટેલ ના કમ્પાઉન્ડમાં ગેસ કટીંગ ઝડપાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા હાઇવે પર ગાળા ગામની સીમમાં સુખસાગર હોટલના કમ્પાઉન્ડમાં ગેસ કટીંગ ચાલતું હોય, દેશના ટેન્કર માંથી ગેસ કાઢી વેચાણ કરવાના ઇરાદે ગેસ કટીંગ કરી રહ્યા હોય ત્યારે મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી ગેસ કટીંગ ચાલ હોય તે દરમ્યાન કુલ કિં રૂ.૨૬,૫૭, ૩પ૭ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપીઓ સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે પર ગાળા ગામની સીમમાં સુખસાગર હોટલના કંપાઉન્ડમા આરોપી સેતાનકુમાર સર્જનરામ બાંગડવા રહે. ગામ. ગાળા તા.જી. મોરબી મુળ રહે. રાજસ્થાન તથા માધવ મીની ઓઈલ મીલના કબ્જા ભોગવટા ધરવાનરએ આરોપી ટેન્કર રજીસ્ટર નંબર -એન.એ.૦૧ -એલ-૫૪૬૫ નો ચાલકનો સંપર્ક કરી ગેસનું કટીંગ કરી વેચાણ કરવાના ઈરાદાથી ગેસનો જથ્થો મેળવી આરોપી ટેન્કર ચાલકે પોતાની શેઠની જાણ બહાર વિશ્વાસઘાત કરી ગેરકાયદેસર ગેસનો જથ્થો કાઢવા માટે લઈ જઈ ગેસ કાઢવાની પ્રક્રિયા કરતા હોય તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસે રેઇડ કરી રેઇડ દરમ્યાન ટાટા કંપની ટેન્કર નંબર NL-01-L-5465 કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ લીકવીફાઈડ પ્રોપેન ગેસ આ શરે Qty. 15.320 મેટ્રિક ટન (MT) કિં.. રૂ. ૧૦,૩૦,૮૫૭/- તથા ટેન્કર સાથે ફીટીંગ કરેલ એક બાજુ પાંચ નીપલ વાળી કાળા કલર પાઈપ આશરે ૧૦ ફૂટ તથા તેની સાથે જોડેલ લોખંડ ની પાઈપ આશરે ૩૫૦ ફુટ બીજી બાજુ ટેન્કર વાલ્વ સાથે જોડેલ નીપલ સાથે લગાવેલ કાળા કલર ની રબરની પાઈપ આશરે ૨૫ ફુટ જેની પ્લાસ્ટિક તથા લોખંડની પાઈપ નીપલ ની કુલ કિં. રૂ‌. ૫૦૦૦/- તથા ગેસ ના સીલીન્ડર નાના મોટા નંગ-૫૦ હોય કિં.રૂ.૧૦,૦૦૦૦/- અડધા ફૂટ લોખંડ ની નળી તથા સીધ્ધાર્થ સ્કેલ કંપનીનો ઇલેકટ્રીક વજન કાંટો પડેલ કિ. રૂ. ૧૦૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરેલ તેમજ પાઈપ/નીપલ ખોલવા બંધ કરવા માટે રાખેલ બે લોખંડ ના પાના કિ. રૂ. ૫૦૦/- તથા એક ટી.વી.એસ કંપની સ્ટાર સીટી મોડેલનું એક મોટર સાયકલ પડેલ રજિસ્ટર નંબર GJ -39-N- 9915 કીરૂ ૨૦,૦૦૦/- ગણી એમ મળી કુલ રૂ.૨૬,૫૭,૩૫૭/ નો મુદ્દામાલ રેઈડ દરમ્યાન કબ્જે કરેલ છે જ્યારે આરોપીઓ સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૩૧૬ (૩),૩૧૭(૨), ૧૧૦,૨૮૭,૨૮૮, ૧૨૫, ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW