પાટીદાર ગઢ અવધ -4, (મોરબી)તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રી મહોત્સવમાં દુર્ગા શક્તિની પુસ્તિકાનું વિતરણ અને શસ્ત્ર પૂજન કરાયું
અવધ 4 સોસાયટીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત વિકાસ પરિષદના સચિવ શ્રી હિંમતભાઈ મારવાણીયા તથા વિપુલભાઈ અમૃતિયા તેમજ અવધ -૪ના દાતા શ્રી દિનેશભાઈ માકાસણા, રાજેશભાઈ ચારોલા,રાજેશભાઈ સદાતીયા વગેરે કાર્યકર્તાઓના સહયોગ અને સહકારથી દુર્ગા શક્તિની પુસ્તિકાઓનો સેટ અવધ 4 સોસાયટીના 245 ઘરો ને અર્પણ કરવામાં આવેલ તેમજ અવધ -4 સોસાયટીના તમામ પરિવારજનો દ્વારા શસ્ત્રનું પૂજન કરાયું.આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ માં 900 જેટલા પરિવાર જનો જોડાયા હતા.