શ્રી સ્વામિ નારાયણ હાઈસ્કૂલ લાઠીદડ ના મ.શિક્ષક જયંતીભાઈ ખોલકિયા સાહેબ નો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
જેમણે અનેક પ્રવૃતિ દ્વારા શાળા નું નામ રોશન કર્યું છે ચાર એવોર્ડ મેળવ્યા હતા ચુંટણી માં માસ્ટર ટ્રેનર.,બોટાદ જિ વ્યાયામ શિક્ષક સંધ પ્રમુખ તરીકે હતા
આ કાર્યક્રમ મા સંચાલક શ્રી કે.પી.સ્વામિ, DEO વિક્રમસિહ પરમાર સાહેબ DSO રોહિતસિહ પરમાર સાહેબ નાયબ પ્રાથમિક શિક્ષણધિકારી મોરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ ને સફળ બનાવવા વ્યવસ્થાપક રસિકભાઈ ભુગાણી શાળા નાં આચાર્ય શ્રી ભરતભાઈ પચછમિયા તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ ખાચરે કરેલ વિદાય ગીત સાંભળીને બહેનો રડવા લાગ્યા હતા
અહેવાલ કનુભાઈ ખાચર