Tuesday, April 22, 2025

આરટીઆઇ અરજદારોને રક્ષણ, અને કાયદો તોડનાર સામે કાનુની કાર્યવાહીની માગ સાથે સમગ્ર ગુજરાતમાં કલેકટરને આવેદન પાઠવ્યું

Advertisement
Advertisement
Advertisement

આખા ગુજરાતમાં તા.૦૩/૧૦/૨૦૨૪. રોજ ગુરુવારે સવારે ૧૧ કલાકે તમામ ક્લેક્ટર, મામલતદારને રૂબરુ મળી RARMI કાર્યકરો આવેદન આપ્યું

આખા ગુજરાત રાજ્યમાં એક્જ સમયે.૨૦૨૨ માં આજ રીતે આરટીઆઇ એક્ટ અસરકારક અમલ માટે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય માહિતી કમિશનર ગાંધીનગરને રૂબરુ મળેલા, માત્ર આશ્વાશન સિવાય બીજું કોઈ પરિણામ નથી મળ્યું. કાયદાનો પોતાના પૈસે, જોખમે સદુપયોગ કરનારા આરટીઆઇ એક્ટ મુજબ માહિતી માગનારને શું મળે છે ?

 

૨૦૨૨ બાદ આયોગે કોઈની ઉપર પ્રતિબંધ મૂકવાનું બંધ કર્યું ? સમાજમાંથી કોઇને સરકારે માહિતી કમિશનર બનાવ્યાં ? આયોગે પ્રો એક્ટિવ ડીસકલોઝર માહિતી જાહેર કરવાં સખત આદેશ જાહેર કર્યાં ? આપણાં મિત્રો ઉપર હુમલા ધમકી પ્રકરણ બંધ થયાં ? કરોડોના કૌભાંડ માહિતી છુપાવનાર સામે આયોગ પાંચ દશ હજારનો દંડ કરે શું સિધ્ધ થાય છે ? આવાં અનેક સવાલ ઉભા છે. હમણાં સરસ્વતી તાલુકાના આરટીઆઇ કાર્યકર મુકેશભાઈ ઠાકોર એક કિલોમીટર દોડી શક્યા તો જીવ બચી ગયો… સુરતના નિવૃત્ત શિક્ષક દિપક પટેલ તાંતીથૈયા ગામ પંચાયત કચેરીથી છટકી ભાગ્યા તો જીવ બચી ગયો. પોલીસ મદદ લીધી. લેખીત ફરિયાદ આપી.. યોગ્ય કેમ ગુનો દાખલ નથી થયો ? પો. સ્ટે. અઘિકારીઓએ તરતજ ઘમકી આપનારા અને ષડયંત્ર કરનારા તલાટી સામે ગુનો દાખલ કેમ નથી કર્યો.? .. રોડ ટચ ગેરકાયદેસર બાંધકામ નાળું હજુ ઊભું છે તૂટ્યું જ નથી… ઉપરથી ષડ્યંત્રકાર તલાટી ગેરકાયેદસર સરકારી જમીન જગ્યા દબાણ કરનારા, પાકું નાળું બાંધનાર ને સલાહ આપી રહ્યા છે કે જે દંડ હૉય પ્રીમિયમ હૉય એ ભરી, અરજીઓ કરી ખોટાને સાચુ કરાવી લો.. મતલબ અઘિકારીઓ સીધી ફરિયાદ સરકારી જમીન દબાણ કરનાર સામે કેમ દાખલ કરાવતા નથી ? ..tdo અને ddo કચેરીના અપિલ અઘિકારીઓએ દિપક પટેલની ફેવરમાં હુક્મ કર્યાં…. તો પણ તલાટીએ દિપક પટેલને માહિતી આપી જ નથી…. ગુનેગાર છુટ્ટા ફરે છે. કાયદો માત્ર પોથીમાંનાં રીંગણા છે? . અવારનવાર આરટીઆઇ કાર્યકર્તાઓની હત્યા થઈ રહી છે. અંતિમ સત્તા ક્લેક્ટર સાહેબની છે, મામલતદાર સાહેબની છે.. જે ગુનેગાર છે એમની સામે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, તલાટી,tdo,ddo, એ ગેરકાયદેસરના સરકારી જમીન દબાણને ખુલ્લી કરાવે, પાકા ચણી બાંધેલા નાળાને દૂર કરાવે.. કુદરતી પાણીના વહેણ માં જે રૂકાવટ છે એ દૂર કરાવે… અને ગામ પંચાયતની કચેરીમાં અરજદારોને બોલાવી ઘમકી આપનારા સામે યોગ્ય ગુનો દાખલ કરવા જીલ્લા કલેક્ટરશ્રી દાખલારૂપ ન્યાયી હુક્મ કરે એવી માંગ સાથે ગુરૂવાર સવાર એક સાથે તમામ ક્લેક્ટર, મામલતદારને વિનંતિ કરવામાં આવશે. જિલ્લા લેવલે આરટીઆઇ કાયદાનું પાલન કરાવવાની સત્તા જિલ્લા કલેક્ટરશ્રીની હૉય છે. ગુનેગાર કે કાયદો તોડનાર સામે યોગ્ય પગલાં લેવાય એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેકટર યોગ્ય હૂકમ કરે કરાવે એવી ગુહાર કરાશે.સમગ્ર ગુજરાતમાં એક સમયે એક સાથે….

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW